ગણેશોત્સવના પ્રથમ દિવસે જ મજૂરની કિસ્મત ચમકી,ખાણમાંથી મળ્યો લાખોની કિંમતનો હીરો

DivyaBhaskar 2019-09-03

Views 281

હીરાની ખાણો માટે પ્રસિદ્ધ એવા મધ્ય પ્રદેશના પન્નામાં ગણેશ ચતુર્થીના પ્રથમ દિવસે જ એક મજૂરનું નસીબ ચમકી ગયું હતું આ મજૂરે લીઝ પર લીધેલી એક ખાણમાંથી ખોદકામ કરતાં સમયે તેને ચાર કેરેટ, ચાર સેન્ટની જેમ ક્વોલિટીનો હીરો મળ્યો હતો મળતી વિગતો પ્રમાણે આ હીરાની કિંમત લાખો રૂપિયાની છે અચાનક નસીબ ચમકી જતાં જ કિશોર કુશ્વાહની ખુશીનો પાર નહોતો રહ્યો, તેણે જણાવ્યું હતું કે, હવે ચોક્કસ તેના જીવનમાં બદલાવ આવશે સાથે જ તે તેના સંતાનોને પણ સારી રીતે ભણાવી શકશે
તો આ તરફ હીરાની પરખ કરતા અધિકારી એમએમપાંડેએ જણાવ્યું હતું કે, હીરો મળવાની વાત સાચી છે પણ હજુ સુધી તેની કિંમત વિશે કોઈ જ આકલન કરી શક્યા નથી કેમ કે જે ઉપરી અધિકારી તેની પરખ કરીને કિંમત નક્કી કરે છે તેઓ રજા પર છે જ્યારે તેઓ ફરજ પર હાજર થશે ત્યારે આ હીરાની કિંમત કરવામાં આવશે અત્યારે હાલ કાયદા મુજબ કિશોરે જમા કરાવેલા હીરાનું પંચનામું કરીને તેને જમા લઈ લેવાયો છે
મળતી વિગતો પ્રમાણે આ હીરો જે કિંમતે નિલામ થશે તેમાંથી ઈન્કમટેક્સ અને રૉયલ્ટી કાપીને બાકીની રકમ કિશોર અને તેના સાથીઓને આપવામાં આવશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS