Speed News: નાસાના પૂર્વ એસ્ટ્રોનોટ ડોનાલ્ડ એ થોમસે કહ્યું, ‘ચંદ્રયાન-2ના લેન્ડિંગ પર આખી દુનિયાની નજર’

DivyaBhaskar 2019-09-01

Views 88

નાસાના પૂર્વ એસ્ટ્રોનોટ ડોનાલ્ડ એ થોમસે કહ્યું, ‘ચંદ્રયાન-2ના લેન્ડિંગ પર આખી દુનિયાની નજર’ આ સાથે તેમણે વધુમાં કહ્યું કે- ‘ચંદ્રયાન-2 પહેલું યાન છે જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ 7 સપ્ટેમ્બરના રોજ ઉતરશે પાંચ વર્ષ બાદ અહીં એસ્ટ્રોનોટ ઉતારવાની નાસાની યોજના છે નાસા જ નહિ પરંતુ આખી દુનિયા ભારતના આ મિશનને લઇને ઉત્સુક છે’પૂર્વ વડાપ્રધાન મનમનોહનસિંહે મોદી સરકાર પર પ્રહાર કર્યા છે મનમોહનસિંહે કહ્યું કે- ‘GDP પાંચ ટકાએ પહોંચી તે એ વાતનો સંકેત છે કે આપણે લાંબી મંદીમાં ફસાયા છીએ અત્યાર સુધીમાં અર્થવ્યવસ્થા નોટબંધી અને GST જેવી માનવીય અવ્યવસ્થામાંથી બહાર આવી શકી નથી તો બીજી તરફ એક પ્રેસ કોન્ફરન્સમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પત્રકારોને મનમોહનસિંહની ટિપ્પણી પર જવાબ આપવાનું ટાળ્યું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS