નાગા વૂમેન રેજીમેન્ટની મહિલા સૈનિકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં નાગા વૂમેન બટાલિયનની મહિલાઓનું એક ગ્રૂપ તેની તાકાતનો ઉપયોગ કરીને એક ઊંડા નાળામાં ફસાયેલી કારને બહાર કાઢી પોતાનો દમ બતાવે છે રમત-ગમત મંત્રી કિરણ રિજીજૂએ આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે તેમણે ટ્વિટ કરીને લખ્યું છે બટાલિયને પોતાની તાકાત બતાવકા સાઇડ ડ્રેનમાં ફસાયેલી કારને કાઢી, હું તેમના જોશ અને હિંમતની પ્રશંસા કરૂ છું, સોશિયલ મીડિયા પર લોકો તેમને સલામ કરી રહ્યા છે