ફ્રાન્સના બિયારિટ્સમાં G-7 બેઠક ચાલી રહી છે રવિવારે ભારતના વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને બ્રિટેન વડાપ્રધાન બોરિસ જોનસન સાથે મુલાકાત કરી હતી મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, મહાસચિવ સાથે ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અમે જળવાયુ પરિવર્તનને રોકનારા પ્રયાસોને પણ વેગ આપવા માટે ચર્ચા કરી છે અહીં મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા અને પત્રકારો સમક્ષ કાશ્મીર મુદ્દે જવાબ આપ્યો હતો
ટ્રમ્પે મોદીને લોકસભા ચૂંટણીની જીત માટે શુભેચ્છા આપી તે અંગે મોદીએ તેમનો આભાર માન્યો હતો ભારત અને પાકિસ્તાન અંગેના સવાલમાં મોદીએ કહ્યું કે પાકિસ્તાન અને ભારત વચ્ચેના વિષયો પર અમે દ્વીપક્ષીય સંબંધો દ્વારા ચર્ચા કરી છે અમે તેમાં કોઇ ત્રીજા દેશને કષ્ટ આપવા નથી માગતા આ સમયે ટ્રમ્પે કહ્યું કે બન્ને દેશના નેતાઓ સાથે મારે વાત થઇ છે અને ભારત અને પાકિસ્તાન બન્ને મળીને તેમના મામલા નિપટાવી શકે છે