જેમ તારે ઝમીં પર ફિલ્મમાં આમીર ખાને તેના સ્ટૂડેન્સ માટે અલગ જ અંદાજથી ગીતો ગાઈને ભણાવવાની સ્ટાઈલ અપનાવીને તેમના જીવનને એક નવી જ રાહ ચિંધી હતી તેમ ઓડિશાની એક પ્રાથમિક શાળાના શિક્ષક પણ આવું સરાહનીય કામ કરી રહ્યા છે સોશિયલ મીડિયામાં પ્રફુલ્લ કુમાર નામના પ્રાથમિક શાળાના આચાર્યનો વીડિયો સામે આવતાં જ તેમણે અનેક યૂઝર્સનાં દિલ જીતી લીધાં હતા કોરાપુટ જિલ્લામાં આવેલા લમટાપુટ ગામમાં આવેલી સરકારી શાળાના આ પ્રિન્સિપાલે તેમના ક્લાસના વિદ્યાર્થીઓને ભણાવવા માટે આઉટ ઓફ ધ બોક્સ વિચારીને એક હટકે સ્ટાઈલ બનાવી છે 2008થી તેઓ શાળામાં બાળકોને તેમના પાઠ કે કવિતા માત્ર ગાઈને નહીં પણ તેની સાથે ડાન્સ કરીને સવિસ્તાર એક્શન સાથે જ ભણાવે છે તેમના કહ્યા મુજબ જ્યારથી તેઓએ આ રીતે ડાન્સ સાથે ભણાવવાનું શરૂ કર્યું છે ત્યારથી જ શાળાનો ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટી ગયો છે એકવાર શાળામાં ભણવા માટે દાખલ થયેલું બાળક પછી ક્યારેય ભણવાનું છોડી દેવાનું વિચારતું નથી