સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કાયદાની પરિસ્થિતિને લઇને યોગી સરકાર પર ટિપ્પણી કરી હતી અખિલેશે કહ્યું કે ઉત્તરપ્રદેશમાં કાયદાની પરિસ્થિતિ ખરાબ છે આ પ્રદેશ હત્યાનો પ્રદેશ બની ગયો છે ઇન્વેસ્ટર સમિટમાં ઢંઢેરો પીટવામાં આવે છે કે મોટા મોટા ઉદ્યોગપતિ બોલાવવામાં આવ્યા પણ બધુ બેકાર સાબિત થયું છે
અર્થવ્યવસ્થાની હાલત પર અખિલેશે કહ્યું કે બાંગ્લાદેશનું ચલણ ટકા આપણા રૂપિયા કરતા મજબૂત બની ગયું છે પાડોસી દેશની ઇકોનોમી આપણા કરતા વધુ સારી થઇ રહી છે આપણી અર્થવ્યવસ્થાની હાલત ખરાબ છે લોકતંત્રની વ્યાખ્યા માત્ર ED, CBI અને આયકર વિભાગમાં શોધવામાં આવી રહી છે
માયાવતી સાથે ગઠબંધનના સવાલ પર અખિલેશે કહ્યું કે જેમણે અમારા ગઠબંધનને સહયોગ કર્યો તેમનો ધન્યવાદ કારણ કે તે વિના અમે સફળ ન થઇ શકત સપા-બસપાના જે મિત્રોએ ચૂંટણીમાં મદદ કરી હતી તેમનો હું ધન્યવાદ કરું છું જ્યારે અમે અમીર લોકો પર ટેક્સની વાત કરી હતી ત્યારે શું કહેવામાં આવ્યું હતું ? હવે સરકાર કરી રહી છે તો લોકો ચૂપ છે