રાજકોટ:કાનાના જન્મને વધાવવા રાજકોટિયન્સ ખુબ જ આતૂર છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે ક્યાંય દ્વારિકાનગરી બનાવાઈ છે તો ક્યાંય ભગવાન કૃષ્ણને હિંડોળે ઝુલાવવામાં આવી રહ્યાં છે
આમ્રપાલી ફાટક પાસે દ્વારિકાધીશ ગ્રૂપ દ્વારા રઘુભાઈ નાગરાજ અને તેની ટીમે આ વર્ષે જન્માષ્ટમી નિમિત્તે બનાવેલા ફલોટ્સમાં ગોવર્ધન પર્વતની થીમ ઉપર આકર્ષક શણગાર કરાયો છે સાથે સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ કાનૂડા માટે હિંડોળો બનાવ્યો છે