સુરતઃસંસદના બંન્ને ગૃહમાં ઐતિહાસિક ત્રિપલ તલાક બીલ પસાર થઈ ગયું પરંતુ હજુ સુધી આ બીલનો સત્તાવાર કાયદાનો અમલ પોલીસ ન કરી શકતી હોવાથી શહેરની મહિલાને નિરાશ થવું પડ્યું હતું પિયર ન જવા દઈને સતત તલાકની ધમકી આપ્યા બાદ ફોન પર જ તલાક આપી દેનારા પતિ વિરૂધ્ધ ફરિયાદ કરવા ગયેલી મહિલાની ફરિયાદ ત્રિપલ તલાક કાયદા પ્રમાણે પોલીસ ન લઈ શકતાં મહિલાએ નિરાશ થવું પડ્યું હતું