મધ્ય પ્રદેશના બાલાઘાટ પાસે આવેલા નક્સલ પ્રભાવિત ગામમાં એક પુત્રએ તેની માતાના પગને સાંકળ લગાવી હતી જેના કારણે આ મહિલા ક્યાંક વધુ દૂર ચાલીને ના જતી રહે મંગળવારે જ્યારે આ મહિલા તેના પગમાં રહેલી આ સાંકળ સાથે વાંકી નમીને રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે જ પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસકર્મીઓની નજર તેના પર પડી હતી મહિલાની દયનીય સ્થિતી જોઈને તરત જ તેમણે લોખંડની સાંકળો તોડીને તેને આઝાદ કરી હતી આ સાંકળના કારણે વૃદ્ધાના પગનો ભાગ છોલાઈને કાળો પડી ગયો હતો
પોલીસે વધુ તપાસ હાથ ધરતાં જ સ્થાનિકોએ જણાવ્યું હતું કે કૈતિનબાઈ નામનાં આ મહિલા માનસિક અસ્થિર છે જેના કારણે ઘણીવાર તેઓ પોતાની ધૂનમાં એકલા ચાલતાં ચાલતાં દૂર નીકળી જાય છે જેના કારણે તેમને શોધવામાં પણ તેમના પુત્રને તકલીફ પડે છે પુત્રએ આ સમસ્યાનું સમાધાન લાવવા માટે આ રીતે પગે સાંકળ બાંધી હતી છેલ્લા ત્રણ વર્ષથી આ વૃદ્ધા આ રીતે જ બંધક હતાં તેમના પુત્રએ પણ તેની લાચારી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તે આખો દિવસ મજૂરી કામ અર્થે બહાર જાય છે જ્યારે તે ઘરે આવે ત્યારે ઘણીવાર માતા પણ ચાલીને ક્યાંક દૂર જતી રહી હોય છે તે ક્યાંક ખોવાઈ ના જાય તે માટે પગમાં બેડીઓ નાખી હતી આખી વાત જાણ્યા બાદ વૃદ્ધાને આઝાદ કરાવનાર પોલીસકર્મીઓએ તેમની બિમારીની સારવાર કરાવી આપવાની બાંહેધરી પણ આપી હતી