મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના સીનિયર નેતા બાબુલાલ ગૌરનું બુધવારે સવારે નિધન થયું છે 89 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે તેઓ ઘણાં સમયથી બીમાર હતા થોડા દિવસ પહેલાં જ તેમને ભોપાલની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ગૌરને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી તે સિવાય તેમના ઘણાં અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું ગૌરે 2004માં ઉમા ભારતીને મુખ્યમંત્રી પદથી હટાવ્યા પછી રાજ્યની કમાન સંભાળી હતી