મોરબી:હડમતીયામાં 2 પિતરાઈ ભાઈઓના તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યાં છે મળતી માહિતી મુજબ મોરબીના હળમતીયા ગામમાં 6 વર્ષનો સુરેશ પ્રતાપભાઇ વાંઝા અને રવી તુતાભાઇ વાંઝા નામના બે પિતરાઇ ભાઇઓ તળાવ પાસે રમતા હતા અને તેઓ ન્હાવા માટે તળાવમાં પડ્યા હતા પરંતુ બંને ડૂબી ગયા હતા આ અંગે સ્થાનિક લોકોને જાણ થતાં તેઓ એકઠાં થયા હતા અને બાળકોની શોધખોળ શરૂ કરી હતી જોકે, બંને બાળકોનાં મૃતદેહો મળી આવ્યાં હતા 108 એમ્બ્યુલન્સ દ્વારા બંને બાળકોનાં મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા હાલ તો સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે જ્યારે બે બાળકોનાં મોતને લઈને પરિવારમાં શોક છવાઈ ગયો છે