ચેન્નઈમાં દરિયાકિનારે પ્રવાસીઓને અચાનક બ્લૂ ગ્લો દેખાયો, એક્સપર્ટે કહ્યું- આ કલાઇમેટ ચેન્જની નિશાની છે

DivyaBhaskar 2019-08-20

Views 4.2K

રવિવારે સાંજે ચેન્નઈ શહેરમાં ઇસ્ટ કોસ્ટ રોડની બાજુમાં આવેલા બીચ પર મેજિકલ બ્લૂ ગ્લો જોવા મળ્યો હતો આ ગ્લોના ફોટોઝ અને વીડિયો હાલ પણ ઇન્ટરનેટ પર વાઇરલ થઇ રહ્યા છે પ્રવાસીઓએ આ ઘટનાને રેર ફિનૉમિનન ગણાવી હતી દરિયામાં દેખાયેલો તે અનોખો સ્પાર્કલ નરી આંખે જોઈ શકાય તેવો હતો

મરીન એક્સપર્ટોના કહેવા પ્રમાણે, આ બ્લૂ ગ્લોને બાયોલ્યુમિનિસન્સ કહેવાય છે આ ફિનોમિનન નોક્ટીલુકા સ્કિનટીલન્સને કારણે થાય છે, જેમાં દરિયા કાંઠો ધોવાઈ છે, ત્યારે કેમિકલ એનર્જીનું લાઈટ એનર્જીમાં રૂપાંતર થાય છે

દરિયામાં બ્લૂ ગ્લો દેખાવો એટલે કે બાયોલ્યુમિનિસન્સ થવું એ કલાઇમેટ ચેન્જની નિશાની છે મરીનલાઈફ માટે તે સારા સમાચાર નથી એક્સપર્ટે ચેતવણી આપી છે કે, આ મેજિકલ ગ્લોને લીધે લાંબા સમયે ઇકો સિસ્ટમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે

કોસ્ટલ રિસોર્સ સેન્ટરની રિસર્ચર અને એક્ટિવિસ્ટ પૂજા કુમારે કહ્યું કે, દરિયામાં થયેલી આ મેજિકલ લાઈટ ઘણી મોટી માછલીઓનો જીવ લઈ શકે છે કારણકે તેમાંથી એમોનિયા રિલીઝ થાય છે

આ રેર ફિનૉમિનન વિશે પૂજાએ જણાવ્યું કે, બાયોલ્યુમિનિસન્સ એ અનહેલ્ધી દરિયાની સાઇન છે દરિયાનાં અંધારામાં થયેલી આ મેજિકલ લાઈટ એવી જગ્યાએ થાય છે, જ્યાં ઓક્સિજનની કમી હોય છે અને નાઇટ્રોજન તથા ફોસ્ફરસ પુષ્કળ પ્રમાણમાં હોય છે આ વાયુનું વધારે પ્રમાણ એ દરિયાઈ જીવ માટે કોઈ જોખમથી ઓછું નથી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS