શામળાજી રતનપુર ચેકપોસ્ટ અને બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પર લોખંડી બંદોબસ્ત, બુલેટપ્રુફ જેકેટમાં સજ્જ SRP જવાનો

DivyaBhaskar 2019-08-18

Views 255

ભિલોડા:જમ્મુ-કશ્મીરમાં 370 કલમ નાબૂદી બાદ દુશ્મન દેશ મૂંઝાયો છે આવામાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટો આતંકી હુમલો થઈ શકે છે આતંકી હુમલાની દહેશતને લઈ મોટા શહેરોમાં એલર્ટ અપાયું છે ભારત સામે આતંક ફેલાવા આઈએસઆઈ અને જૈશ-એ-મહંમદ એક થયું છે જૈશ-એ-મોહમંદના ઓપરેશનલ કમાન્ડરના આતંકી હુમલાની જવાબદારી આપવામાં આવી છે અમદાવાદ-ઉદેપુર નેહાનં-8 પર રતનપુર ચેકપોસ્ટ પર રવિવારે સવારે રાજ્ય પોલીસવડાની સૂચનાના આધારે બે ચેક પોસ્ટ ઊભી કરી ઠેર ઠેર ચેકિંગ પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે બુલેટપ્રુફ જેકેટ સાથે એસઆરપી પ્લાટૂન તૈનાત કરવામાં આવી છે જ્યારે બનાસકાંઠાની રાજસ્થાન સાથેની આંતરરાજ્ય સરહદની અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર પણ સુરક્ષા વધારી દેવાઇ છે અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર એસઆરપીના 30 જવાનો, 1 એસઆરપી પીએસઆઇ જયારે 10 પોલીસ જવાનોને બુલેટપ્રુફ જેકેટ સાથે તૈનાત કરી દેવામાં આવ્યા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS