મધ્યપ્રદેશના દેપાલપુરના પીર પીપળીયા ગામના હવાલદાર મોહનસિંહ સુનેર ત્રિપુરામાં બીએસએફ તરફથી લડતા લડતા આતંકીઓ સામે શહીદ થઈ ગયા હતા જે બાદ તેમના પરિવારને 700 રૂપિયાનું પેન્શન મળતું હતુ જેમાંથી તેમના પરિવારના ત્રણ સભ્યોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હતુ જેને લઈને શહીદના પત્ની મજૂરી કરી પેટીયું રડતા હતા ત્યારે સરકારે કોઈ મદદ ન કરતા ગામલોકોએ ફંડ ઉઘડાવી તેમને મદદ કરી હતી પરિવાર ઝૂપડીમાં રહેતો હતો જેને 11 લાખ રૂપિયા ભેગા કરી એક શાનદાર મહેલ જેવડું મકાન બનાવીને આપ્યું હતુ, અને 15 ઓગસ્ટ એટલે કે રક્ષાબંધનના દિવસે તેમને ભેંટ સ્વરૂપે આપ્યું હતુ