વડોદરા: પિતાની ધરપકડ બાદ સગાઓએ હાથ અદ્ધર કર્યાં, નોધારા બાળકની જવાબદારી પોલીસે ઉઠાવી

DivyaBhaskar 2019-08-13

Views 1.7K

વડોદરાઃ ગાજરાવાડીના આઠ વર્ષના માસૂમ બાળકને એસીપી ઇ-ડિવિઝન એસજી પાટિલની ઓફિસમાં 2 દિવસથી આશરો અપાયો છે આ બાળકનો ગુનો કોઇ નથી પણ તેની માતાની હત્યા થઇ છે અને દોઢ વર્ષે હત્યા પિતાએ જ કરી હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસે પિતાની ધરપકડ કરી છે નોંધારા બનેલા બાળકને રાખવા દારુણ સ્થિતિમાં જીવતી ફોઇએ સાફ ઇન્કાર કરી દીધો જ્યારે મહેસાણાના ચાણસ્મા ખાતે રહેતાં નાના-નાની દોહિત્રને રાખવા આર્થિક રીતે સક્ષમ નથી એટલે બાળકના ઉછેરની જવાબદારી પોલીસે ઉપાડી લીધી છે સરકારના સ્વપ્ન સમાન નેક્સ્ટ જનરેશન પોલીસ સ્ટેશનને વડોદરા શહેરમાં બનતાં હજુ ભલે 2 વર્ષ લાગે પણ તેની ઝાંખી એસીપીની ઓફિસમાં દેખાઇ રહી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS