ટંકારા:31 જુલાઈએ વડોદરા શહેરમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થતાં પોલીસે લોકોની મદદે આવી પ્રશંસનીય કામગીરી બજાવી હતી આવી જ કામગીરી આજે રાજકોટમાં પણ જોવા મળી હતી રાજકોટ સાથે મોરબી અને ટંકારામાં 11 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેના પગલે ટંકારા પોલીસ પૂર પીડિતોની મદદે આવી હતી ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ જાડેજા(કોયલી)એ ખભા પર બાળકોને બેસાડીને કેડસમા પાણીમાંથી સલામત સ્થળે ખસેડ્યા હતા આ દરમિયાન પૃથ્વીરાજસિંહ લગભગ એક કિલોમીટરથી વધુ પાણીમાં ચાલ્યા હતા માત્ર એટલું જ નહીં, જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળતું હતું, ત્યારે ભયભીત થયેલા લોકોને પોલીસ પૂરમાંથી ઉગારતી જોવા મળી હતી