અનિરૂદ્ધસિંહ મકવાણા, નડિયાદઃ ભારે વરસાદને પગલે શહેરના કપડવંજ રોડ પરના પ્રગતિનગર ફ્લેટનો ત્રણ માળનો બ્લોક શુક્રવારે રાત્રે અચાનક ધરાશાયી થયો હતો દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે આ દુર્ઘટનાને લઈ DivyaBhaskarએ સ્થાનિકો પાસેથી ઘટના પાછળની હકીકત જાણવાનો પ્રયત્ન કરતા સ્થાનિકોએ સરકાર પર દોષા રોપણ કરી હાઉસિંગ બોર્ડની અધિકારીઓની બેદરકારીને કારણે દુર્ઘટના બની હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો