અમદાવાદ: શાહપુરમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરી રહેલા યાસિન રઝાક મેમણ નામના બિલ્ડર પાસે ડોન અબ્દુલ વહાબના પુત્ર સહિત પાંચ લોકોએ રૂ 125 કરોડની ખંડણી માગી રૂ 80 લાખની વસૂલાત કર્યા બાદ બિલ્ડરને ત્રણ કલાક સુધી ધમકાવી પરેશાન કરતા બિલ્ડરે 31 જૂલાઈના રોજ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો આ અંગે સરખેજ પોલીસે અબ્દુલ વહાબના પુત્ર અબ્દુલ અહદ શેખ, શહેજાદ રફીક શેખ, રફીક રહીમ શેખ, ઝાકીર હુસૈન ગુલામ હુસૈન શેખ અને સઈદ ઝાકીર હુસૈન શેખ (તમામ રહે શાહપુર) સામે ખંડણીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે