સુરતઃવલસાડમાં મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરીમાં ફરજ બજાવતા મત્સ્યોદ્યોગ અધિક્ષક અને હાલમાં ઈન્ચાર્જ આસિસ્ટન્ટ ડિરેક્ટર જગદીશ નારાયણ ટંડેલ(ઉવઆ58)ના 10 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયાં હતાં કોલક ગામ, મોટીમેડી ફળિયુ, તાલુકા પારડી જીવલસાડમાં રહેતા જગદીશ ટંડેલએ ફિશિંગ બોટના લાયસન્સ કઢાવવાના તથા રીન્યુ કરવાનુ એજન્ટ તરીકે કામ કરતાં ફરિયાદી પાસેથી કચેરીમાં વીઆરસી ટ્રાન્સફરનાં લાયસન્સ અંગેની સાત અરજીઓ આપેલ, જે એક અરજીના લાયસન્સ પેટે આ કામના આરોપીએ ફરીયાદી પાસે લાંચ પેટે રૂા ૧૦,૦૦૦/-ની માંગણી કરી હતીફરિયાદી રૂપિયા આપવા ન માંગતા હોવાથી એસીબીનો સંપર્ક કરાયો હતો એસીબીએ છટકું ગોઠવ્યું હતું જેમાં ફરિયાદીએ ઓફિસમાં જ 10 હજાર રૂપિયા આપતાં આરોપી જગદીશ ટંડેલ રંગેહાથ ઝડપાયાં હતાં હાલ એસીબીએ આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે