સાઉથ-વેસ્ટ ચીનમાં આવેલા ચોંગકિંગ પ્રાંતનો એક વીડિયો સામે આવતાં જ સોશિયલ મીડિયામાં સ્થાનિકોની સૂઝબૂઝના વખાણ થયા હતાઝિયુલોંગપો શહેરની હાઈઝરાઈઝ ઈમારતના છઠ્ઠા માળની બાલ્કનીમાંથી બહાર લટકી રહેલા ત્રણ વર્ષના બાળકને જોઈને નીચે રહેલા સ્થાનિકોને પણ ધ્રાસ્કો પડ્યો હતો જો કે, આવી પરિસ્થિતીમાં શું કરવું તેની જાણકારી હોવાથી તત્કાળ જ કેટલાક લોકોએ ચાદરર અને ઓશિકા લઈને તેની નીચે પહોંચી ગયા હતા સતત 4 મિનિટ સુધી આ માસૂમે બાલ્કનીને પકડી રાખીને પગથી ફરી અંદર જવાની કવાયત કરી હતી જેવી બાળકના હાથે તેની પકડ ગુમાવી કે તરત જ તે નીચે પટકાયો હતો જો કે આટલા સમયમાં તો પાડોશીઓએ પણ તેને કેચ કરી લેવા માટે બધી વ્યવસ્થા કરી લીધી હતી જેવો તે બાળક નીચે આવ્યો કે તરત જ પાડોશીએ તેને સ્ફૂર્તીથી ચાદરમાં ઝીલીને બચાવી લીધો હતો આટલે ઉંચેથી પડવા છતાં પણ તેને સહેજ પણ ઈજા થઈ નહોતી જેનો બધો જ શ્રેય પણ યૂઝર્સે આ પાડોશીઓને આપ્યો હતો મળતી વિગતો પ્રમાણે તેને ધરમાં સૂતો રહેવા દઈને તેનાં દાદી બહાર ગ્રોસરી લેવા ગયાં હતાં જો કે દાદી આવી તે પહેલાં જ જાગી ગયેલો આ માસૂમ તેમને શોધતો શોધતો બાલ્કની સુધી પહોંચ્યો હતો જ્યાંથી તે બહારની તરફ લપસ્યો હતો