આંકલાવ: વરસાદના કારણે આંકલાવમાં આવેલા બસ સ્ટેશન પાસે એક લીમડાના ઝાડની ડાળ વીજ કેબલ પર પડતા બે જેટલા વીજપોલ તૂટી પડ્યા હતા આ વીજપોલ પાસે જ એક શાળા આવેલી છે બાળકોના જીવ પર ખતરો જોતા ઘટના બાદ વાલીઓના ટોળેટોળા ઘટના સ્થળે આવી પહોચ્યાં હતા જોકે ઘટનામાં કોઇને જાનહાની થઇ નથી આંકલાવમાં ગઇકાલે મોડી રાતથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ચોમાસાના સમયમાં આ પ્રકારની ઘટના ખતરનાક બની શકે છે