રાજકોટ:ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ ઝરમર વરસાદ શરૂ થયો હતો રાજકોટ જિલ્લાના કાગદળી અને છતર સહિત રાજકોટ-મોરબી હાઈવે પર ભારે પવન સાથે વરસાદી ઝાપટું વરસ્યું હતું હાઈવે પર ભારે પવન સાથે વરસાદના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો રાજકોટમાં અત્યાર સુધીમાં માત્ર 8થી 10 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે