સુરતઃ મરોલી ગામમાં દારૂ માટે હાઉસ રેડ કરવા ગયેલી નારગોલ મરીન પોલીસ સાથે બુટલેગરોએ રકજક અને ધક્કામુક્કી કર્યાનો વીડિયો વાયરલ થયો હતો જે ઘટનામાં પોલીસે રેડ દરમિયાન બે પેટી બીયર કબ્જે લઈ બે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ તેમજ પોલીસ કાર્યવાહીમાં દખલ કરવા બદલનો ગુનો નોંધી બન્ને આરોપીની ધરપકડ કરી છે