અમદાવાદ: જજીસ બંગલો રોડ પર આજે સવારે ઉદગમ સ્કૂલની બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જો કે આ અકસ્માતમાં કોઈને જાનહાની થઈ નથી 25થી વધુ વિદ્યાર્થીઓ ભરેલી ઉદગમ સ્કૂલની બસ આજે સવારે 730ની આસપાસ માનસી સર્કલથી જજીસ બંગલો રોડ પર જઈ રહી હતી ત્યારે ટર્ન લેવા જતા પૂરપાટ ઝડપે એક સ્વીફ્ટ કાર આવી હતી અને બસને ટકકર મારી હતી જો કે અકસ્માતમાં બધા વિદ્યાથીઓ સલામત હતા અકસ્માત બાદ કારચાલક મહિલા કાર મૂકી ફરાર થઈ ગઈ હતી ટ્રાફિક પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે