ચીનના હુનાન પ્રાંતના ઝિઆક્સીના ટ્રાફિક પોઈન્ટ પર પતિ-પત્ની વચ્ચે થયેલો વિવાદ એવો વણસ્યો હતો કે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ ગયો હતો પતિ સાથે કોઈ વાતે વાંકું પડતાં જ ગુસ્સે થઈને પત્ની એસયૂવી પર ચડીને ઉભી રહી ગઈ હતી આવો અજીબોગરીબ નજારો જોઈને કેટલાક લોકોએ તેનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતોજો કે, પત્નીની આવી હરકતના કારણે મુશ્કેલીઓનો સામનો તો પતિને જ કરવો પડ્યો હતો લગભગ ચાર મિનિટ સુધી પત્નીના આવા કારનામાથી ટ્રાફિક પોઈન્ટ પર ટ્રાફિકજામ થયો હતો પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે મિલોંગ પાસે લાયસન્સ નહોતું જેના લીધે તેમને દંડ ફટકારાયો હતો સાથે જ મિસિસ લોંગને ચેતવણી આપીને જવા દીધી હતી આખી ઘટના જાણ્યા બાદ એક યૂઝર્સે તો ત્યાં સુધી કહી દીધું હતું કે પત્નીએ પતિને એવો તમાચો માર્યો છે કે જેનો અવાજ પણ નહોતો આવ્યો ને તેના પડઘા પણ પડ્યા હતા તો એક યૂઝર્સે તેના પતિનો પક્ષ લઈને કહ્યું હતું કે આ રીતે લોકોના જીવ પણ જોખમમાં મૂકવા બદલ મિસિસ લોંગ સામે પણ પગલાં લેવાં જોઈતાં હતાં