હરિયાણાના કૈથલમાં એક નિષ્ઠુર હૃદયની માતાએ પેદા થતાંની સાથે જ માસૂમ દિકરીને મરવા માટે ફેંકી દીધી હતી ડોગરા ગેટ પાસે વહેલી સવારે 4 વાગે આ જનેતાએ તેની નવજાતને પ્લાસ્ટિકની બેગમાં લપેટીને ગંદા નાળાની અંદર ફેંકી દીધી હતી તેની આ કરતૂત ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી જોકે, વિધાતાએ તો આ દિકરીના કોઈ અલગ જ લેખ લખ્યા હોય તેમ તેનો ચમત્કારિક બચાવ પણ થયો હતો ભલે સગી જનેતાએ તેને મરવા માટે ફેંકી દીધી હોય પણ ગલીના કૂતરાઓ આ માસૂમ માટે દેવદૂત બનીને આવ્યા હતા ગટરની અંદરની પડેલી આ નવજાતને કૂતરાઓએ બહાર નીકાળી હતી આટલું ઓછું હોય તેમ આ અબોલ જીવોએ તરત જ જોર જોરથી ભસવાનું ચાલુ કર્યું હતું જેથી તેને મદદ મળી જાય કૂતરાઓએ કરેલા શોરબકોર બાદ આખી ઘટના સ્થાનિકોના સામે આવતાં જ તેમણે તુરંત જ પોલીસનો સંપર્ક કર્યો હતો હાલ તો દવાખાનામાં સારવાર માટે દાખલ કરાયેલી આ માસૂમની હાલત ગંભીર છે તો સાથે જ પોલીસે પણ સીસીટીવીના આધારે નવજાતને મરવા માટે ત્યજી દેનાર મહિલાની શોધખોળ હાથ ધરી હતી આખી ઘટના સામે આવતાં જ લોકોમાં પણ અબોલ પ્રાણીઓએ દર્શાવેલી સતર્કતા ચર્ચાનું કેન્દ્ર છે