ગાંધીનગર: કુડાસણ રોડ પર ભાઈજીપુરા ગામ નજીક મોડી રાતે કારનું ટાયર ફાટતા સર્જાયેલા અકસ્માતમાં બે વિદ્યાર્થીનીઓના મોત થયાં હતાં જ્યારે ત્રણ વિદ્યાથીઓને ગંભીર ઇજા થતાં સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે
વહેલી સવારે પાંચ વાગ્યે ફિઝિયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થી અને બે વિદ્યાથીનીઓ અમદાવાદથી ગાંધીનગર તરફ જઈ રહ્યા હતા દરમિયાન ભાઈજીપુરા ગામ નજીક કારનું ટાયર ફાટતા કાર પલટી અને ત્રણ જેટલા ઝાડ સાથે અથડાઈ હતી કારના ટુકડા થઈ ગયા હતા કારમાં બેઠેલી રાધનપુરની ઉર્વશી પરમાર અને હિંમતનગરની રહેવાસી તેની મિત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે ત્રણ વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઇન્ફોસિટી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે