ટ્વિટર પર પીપલ્સ ડેલી નામના એક ચાઈનીઝ મીડિયા હાઉસના ઓફિશિયલ અકાઉન્ટ પર શેર કરાયેલા અજીબોગરીબ વીડિયોએ કૌતુક સર્જ્યુંહતું અનેક યૂઝર્સે કરોળિયાનો આ વીડિયો જોઈને ડરી ગયા હોવાનો દાવો પણ કર્યો હતો આ ડરનું કારણ પણ કરોળિયાના પીઠના ભાગે દેખાતોમાણસનો ચહેરો જ હતું ટ્વિટર પર અપલોડ થયેલા આ વીડિયોની સાથે કેપ્શન પણ લખ્યું હતું કે, સ્પાઈડરમેન મળી ગયો છે? ચીનના હુનાનપ્રાંતમાં હ્યુમન ફેસવાળો એક કરોળિયો જોવામાં આવ્યો છે શું તમારી પાસે આ કરોળિયાની પ્રજાતિની વધુ કોઈ વિગતો છે? જો કે આ વીડિયોજોઈને કોઈએ પણ તેને લગતી વિગતો કે જાણકારી શેર કરી નહોતી પણ અનેક યૂઝર્સે આ વીડિયોની મજા લઈને અવનવી કોમેન્ટ્સનો ઢગલોકરી દીધો હતો કોઈ યૂઝર્સે તેને સ્પાઈડરમેન કહ્યો હતો તો કોઈએ તેને વેનમ ગણાવ્યો હતો ચાઈનીઝ મીડિયા મુજબ આ કરોળિયાને પહેલીવાર
લી નામની મહિલાએ જોયો હતો જે બાદ આનો વીડિયો રેકોર્ડ કર્યો હતો જે થોડા જ સમયમાં વાઈરલ થવા લાગ્યો હતો વીડિયોમાં પણ જોઈશકાય છે કે આ કરોળિયાના પીઠના ભાગે બે આંખો અને મોંઢુ દેખાય છે