ડીસા: ડીસા તાલુકાના સમશેરપુરા ગામના પાટિયા પાસે 500થી વધુ વિધાર્થીઓએ 50થી વધુ બસો રોકાવી માર્ગ પર ચક્કાજામ કરી રસ્તા રોકો આંદોલન કર્યું હતું અગાઉ વારંવાર આ માર્ગના ગ્રામ્ય વિસ્તારોમાં ડ્રાઈવરો દ્રારા બસો ઉભી ના રખાતા વિધાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો રસ્તા રોકો આંદોલનના પગલે ડીસા તાલુકા પોલીસ અને અને ડેપો મેનેજર તત્કાલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ડેપો મેનેજરની ખાત્રી બાદ વિધાર્થીઓએ માર્ગ ખુલ્લો કર્યો હતો