રાજકોટ: શહેરમાં યુનિવર્સિટી પોલીસ મથકમાં એએસઆઇ અને કોન્સ્ટેબલ વચ્ચેના પ્રેમપ્રકરણનો કરૂણ અંજામ આવ્યો છે રહસ્યમય બનાવનો ફોરેન્સિક અને પોલીસનો પડદો ઉંચકી લીધો છે જેમાં ચોંકાવનારી વિગતો સામે હતી ખુશ્બુએ પરિણીત પ્રેમી રવિરાજની હત્યા કરી પોતે ગોળી મારી લીધી હતી ખુશ્બુ રવિરાજની સાથે હોય ત્યારે રવિરાજની પત્નીના ફોન આવે તો તેનાથી સહન થતું નહીં અને રવિરાજ સાથે આ મુદ્દાને લઇ વારંવાર ઝઘડો થતો હતો