અમદાવાદ : કાંકરીયા એમ્યુઝમેન્ટ પાર્કમાં બનેલી ઘટનાને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો મેયર ઓફિસમાં જઈ મ્યુનિ વિપક્ષના નેતા, પૂર્વ નેતા બદરુદ્દીન શેખ સહિતના નેતાઓએ વિરોધ કર્યો હતો ભાજપ હાય હાય મેયર હાય હાયના નારા લગાવ્યા હતા વિપક્ષના નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે રાઈડને બરાબર રીતે ચેક કરી હોત તો આ ઘટના ન બની હોત કોર્પોરેશન દ્વારા તમામ રાઈડનું ઇન્સ્પેકશન કરવામાં આવે મૃતકોના પરિવારજનોને 5 લાખ અને ઇજાગ્રસ્તોને 1 લાખની સહાય આપવામાં આવે