ભુજ: આજે બપોરે માનકુવા નજીક ડાકડાઈ ગામના પાટીયા પાસે 3 વાહનોનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 10 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 5થી વધારે લોકોને ઈજા પહોંચી હતી માતાના મઢ તરફ જતાં ટ્રકની સામે આવતી રીક્ષા અને બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં રીક્ષા પડીકું વળી ગઈ હતી અને આડી પડી ગઈ હતી અકસ્માત બાદ ટ્રક નાસી છૂટ્યો હતો