ચંદ્રયાન-2નું વજન પહેલાં મિશન કરતાં 3 ગણું વધારે, રોવરની સ્પીડ 1 સેમી પ્રતિ સેકન્ડની રહેશે

DivyaBhaskar 2019-07-13

Views 288

નવી દિલ્હી:ઈસરોનું ચંદ્રયાન-2 મિશન 15 જુલાઈએ વહેલી સવારે 2 વાગેને 51 મિનિટ પર શ્રીહરીકોટાના સતીશ ધવન સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે તે 6 અથવા 7 સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર ઉતરશે તેવો અંદાજ છે તેને ભારતના સૌથી તાકાતવર જીએસએલવી માર્ક-3 રોકેટથી લોન્ચ કરવામાં આવશે આ રોકેટમાં ત્રણ મોડ્યુલ ઓર્બિટર, લેન્ડર (વિક્રમ) અને રોવર હશે આ મિશન અંતર્ગત ઈસરો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે આ વખતે તેનું વજન 3,877 કિલો હશે ચંદ્રયાન-2, ચંદ્રયાન-1 મિશન કરતાં ત્રણ ગણો વધારે વજનનો છે ચંદ્રયાન-1નું વજન 1,380 કિલો હતું, જ્યારે ચંદ્રયાન-2નું વજન3,877 કિલો છે લેન્ડરની અંદર આવેલા રોવરની સ્પીડ 1 સેમી પ્રતિ સેકન્ડ રહેશે ભાસ્કર એપ તમને આજે ચંદ્રયાન-2 મિશનમાં સામેલ ચાર મહત્વના સાધનો વિશે જણાવશે

1) GSLV માર્ક-3:

640 ટન વજનના સ્પેસક્રાફ્ટ, તેમાં થ્રી સ્ટેજ એન્જિન છે ચંદ્રયાન-2ને ઈસરોનું બાહુબલી કહેવાતા રોકેટ જીએસએલવી માર્ક-3 દ્વારા મોકલવામાં આવશે આ રોકેટ 43X43 મીટર લાંબુ અને 640 ટન વજનનું છે તેની સાથે 3,877 કિલો વજનનું મોડ્યુલ પણ મોકલવામાં આવશે આ થ્રી સ્ટેજ રોકેટ છે પહેલાં સ્ટેજમાં એન્જિન મુખ્ય ઈંધણ પર કામ કરે છે અને તેમાં લગાવવામાં આવેલી બે મોટર તરલ ઈંધણથી ચાલશે બીજા સ્ટેજમાં એન્જિન તરલ ઈંધણથી ચાલશે અને ત્રીજુ એન્જિન ક્રાયોજેનિક છે

2) ઓર્બિટર: વજન 2,379 કિલો
ચંદ્રયાન-2નું પહોલું મોડ્યુલર ઓર્બિટર છે તેનું કામ ચંદ્રની સપાટી પર નિરિક્ષણ કરવાનું છે તે પૃથ્વી અને લેન્ડર (વિક્રમ) વચ્ચે કોમ્યુનિકેશનનું કામ કરશે ચંદ્રની કક્ષામાં પહોંચ્યા પછી તે એક વર્ષ સુધી કામ કરશે ઓર્બિટર ચંદ્રની સપાટી પર 100 કિમી ઉપર ચક્કર લગાવશે તે સાથે જ 8 પેલોડ પણ જઈ રહ્યા છે, જેના અલગ-અલગ કામ હશે


ચંદ્રની સપાટી પર નક્શો તૈયાર કરવો, તેનાથી ચંદ્રના અસ્તિત્વ અને તેના વિકાસ વિશેની માહિતી મેળવી શકાશે
મેગ્નેશિયમ, એલ્યુમીનિયમ, સિલિકોન, કેલ્શિયમ, ટાઈટેનિયમ, આયર્ન અને સોડિયમની હાજરીની માહિતી મળશે
સૂરજના કિરણોમાં આવેલા સોલર રેડિયેશનની તીવ્રતા માપવી
ચંદ્રની સપાટી પર હાઈ રિઝોલ્યુશન તસવીરો લેવી
ચંદ્રની સપાટી પર પહાડ અથવા ખાડાની માહિતી મેળવવી જેથી લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ થઈ શકે
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણીની હાજરી અને ખનીજોની માહિતી મેળવવી
ધ્રુવીય વિસ્તારોના ખાડામાં બરફ સ્વરૂપે પાણીનું જમા થવા વિશે માહિતી મળશે
ચંદ્રના બહારના વાતાવરણને સ્કેન કરવું


3) લેન્ડર 'વિક્રમ': વજન 1471 કિલો

ઈસરોનું આ પહેલું મિશન છે જેમાં લેન્ડર મોકલવામાં આવશે આ લેન્ડરનું નામ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનેતા કહેવાતા વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના નામથી રાખવામાં આવ્યું છે વિક્રમ લેન્ડર જ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે સોફ્ટ લેન્ડિંગ તેને કહેવાય જેમાં કોઈ પણ નુકસાન વગર લેન્ડર ચંદ્રન સપાટી પર ઉતરે લેન્ડર સાથે 3 પેલોડ પણ મોકલવામાં આવશે તેનું કામ ચંદ્રની સપાટી પર ઈલેક્ટ્રોન ડેન્સિટી, અહીંના તાપમાનમાં થનાર ઉતાર-ચઢાવ અને સપાટીની નીચે થતી હલચલ-ભૂકંપ, ગતિ અને તીવ્રતા જાણવાનું હશે

4) રોવર 'પ્રજ્ઞાન': વજન 27 કિલો
લેન્ડરની અંદર જ રોવર પ્રજ્ઞાન રહેશે તે પ્રતિ 1 સેન્ટીમિટર/ સેકન્ડની સ્પીડથી લેન્ડરની બહાર નીકળશે તેને નીકળવામાં 4 કલાક લાગશે બહાર આવ્યા પછી તે ચંદ્રની સપાટી પર 500 મીટર સુધી ચાલશે તે ચંદ્રની સપાટી પર 1 દિવસ (પૃથ્વીના 14) દિવસ કામ કરશે તેની સાથે 2 પેલોડ પણ જઈ રહ્યા છે તેમનો ઉદ્દેશ લેન્ડિંગ સાઈટ પાસે તત્વોની હાજરી અને ચંદ્રની સપાટીની મૌલિક સંરચના વિશે માહિતી મેળવશે પેલોડ દ્વારા રોવર આ માહિતી ભેગી કરશે અને લેન્ડરને મોકલશે ત્યારપછી લેન્ડર આ માહિતી ઈસરો સુધી પહોંચાડશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS