નડિયાદ, માતર:તાલુકાના સિંજીવાડામાં આવેલ શંકરપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પરણિત શિક્ષકે 12 વર્ષ સંબંધ રાખ્યા બાદ તેની પ્રેમિકાને તરછોડી દેતાં શનિવારે શાળાએ પહોંચેલી પ્રેમિકાએ વિદ્યાર્થીઓની સામે જ શિક્ષકને આડેહાથ લીધો હતો શિક્ષક અને તેની પ્રેમિકાના વારંવારના ઝઘડા અને પ્રેમલીલાથી ત્રસ્ત ગ્રામજનોએ બંનેને એક રૂમમાં પૂરી દીધા હતા શિક્ષકના વર્તન અંગે શિક્ષણ વિભાગને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ પગલાં ભરવામાં ન આવતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો