વડોદરાઃઇંગ્લેન્ડમાં આજે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી વર્લ્ડ કપની સેમિ ફાઇનલ મેચને લઇને વડોદરા શહેરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ચાહકોએ ટીમ ઇન્ડિયાની ટી-શર્ટની આજે ધૂમ ખરીદી કરી હતી અને લોકો ટીમ ઇન્ડિયાની ટી-શર્ટ પહેરીને તિરંગા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આજની મેચને લઇને પોતે ઉત્સાહિત હોવાનું જણાવ્યું હતું ટીમ ઇન્ડિયામાં વડોદરાનો ક્રિકેટર હાર્દિક પંડ્યા પણ રમતો હોવાથી વડોદરામાં સેમીફાઇનલનો ઉત્સાહ બેવડાઇ ગયો છે