સુરતઃઉધનનાના એક કારખાનામાં કાપડના વેપારી અને દલાલને ગોંધીને સિમેન્ટના થાભલા સાથે બાંધી ફટકાર્યા બાદ 60 હજારની વસૂલી કરી રસ્તે ફેંકી દેવાયા હતા લેસ બનાવવાના કારખાનેદાર સામે લાગેલા ગંભીર આક્ષેપ બાદ ઉધના પોલીસ દોડતી થઈ ગઈ હતી લેસના બે ભાગીદારો વચ્ચેની આંતરિક ઝઘડામાં માલ ખરીદનાર વેપારી પર હુમલો કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે જોકે હાલ ઉધના પોલીસે આખી ઘટના સંદર્ભે તપાસ હાથ ધરી છે