જામનગર:જામનગરમાં ખોડીયાર કોલોનીમાં સંજીવની મેડિકલવાળી શેરીમાં રહેતાં અને લાંચના કેસમાં સસ્પેન્ડ પોલીસ કર્મચારી ભુપેન્દ્રભાઇ ઉપાધ્યાયના પુત્ર અમિતના લગ્ન દક્ષાબેન સાથે થયા હતા પરંતુ પતિ સાથે ન ભળતાં દક્ષાબેન દિગ્જામ મીલ મહાકાળી મંદિરની બાજુમાં આવેલા ગાયત્રીનગર શેરી નં 2 માં રહેતા પોતાના માવતરે રિસામણે બેઠા હતાં આ દરમિયાન અમિત અને પ્રદીપભાઇ (રેગુલાનગર) નામના શખ્સ સાથે પત્ની દક્ષાબેનને કરિયાવરનો સામાન પાછો આપવા ગયો હતો પરંતુ દક્ષાબેને કરિયાવરનો સામાન લેવાની ના પાડતા ઉશ્કેરાયેલા પોલીસ પુત્ર અમિતે જાહેરમાં પત્ની દક્ષાબેનને વાળ પકડી માર માર્યો હતો અને સામાન બહાર ફેંકી દીધો હતો