આણંદ: આણંદ શહેરના કુખ્યાત શખ્સ ઈલ્યિાસ મચ્છીએ શુક્રવારે મધરાત્રે એક રાઉન્ડ ફાયરીંગ કરી મહાવીર ઝૂંપડપટ્ટીમાં રહેતા 32 વર્ષીય યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો જેમાં આણંદ શહેર પોલીસે બે શખ્સની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી છે હત્યા પાછળ પૈસાની લેતી-દેતી હોવાનું કહેવાઈ રહ્યું છે જોકે, સ્થાનિકોમાં ઈલ્યિાસ પાસે હથિયાર હોવાની બાતમી પોલીસને આપી દેતાં તેણે હત્યા કરી દીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે નોંધનીય છે કે, આણંદ શહેરમાં છેલ્લાં બે દિવસમાં બે હત્યાના બનાવ બન્યા છે શુક્રવારે આમલેટની લારી પર થયેલા ઝઘડા બાદ એક યુવકના માથામાં લાકડાની વળી મારી દેવાઈ હતી