કેમરા, ક્રિકેટ અને કિસ્સામાં આજે એવા બે વર્લ્ડ કપ રેકોર્ડ વિશે વાત કરીશું જે ઓસ્ટ્રેલિયાએ બંને વખત ભારત સામે બનાવ્યા છે તે રેકોર્ડ છે સૌથી નાની જીતના વર્લ્ડ કપ ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયાએ બંને વખત ભારત સામે 1 રનથી જીત હાંસલ કરી હતી
પહેલો રેકોર્ડ 9 ઓક્ટોબર 1987ના દિવસે ચેન્નાઈમાં બન્યો હતો ભારતે ટોસ જીતીને પહેલાં ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 6 વિકેટે 270 રનનો સ્કોર બનાવ્યો, જેના જવાબમાં ભારત શ્રીકાંત અને નવજોતસિંહ સિદ્ધુની અર્ધશતકિય ઈનિંગ વડે 269 રન જ બનાવી શક્યું આ જ રીતે 1 માર્ચ 1992ના દિવસે બીજો રોકોર્ડ બન્યો ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 9 વિકેટે 237 રનનો સ્કોર ઊભો કર્યો જવાબમાં ઈન્ડિયા 47 ઓવરમાં ઓલઆઉટ થઈ ગયું ઓસ્ટ્રેલિયાએ આ મેચ પણ 1 રનથી જીતી લીધી હતી આ રીતે ઓસ્ટ્રેલિયાએ બે વખત ભારત સામે સૌથી નાની જીત હાંસલ કરી હતી