અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન શાંતિપૂર્ણ માહોલ રહ્યો સરસપુરથી નિજમંદર પરત ફરતી વખતે કાલુપુર સર્કલ પાસે રથયાત્રા 45 મિનિટ સુધી અટકી ગઈ હતી રથયાત્રાને જલદી દોડાવાઈ રહી હોવાનું લાગતાં પોલીસ અને મંદિર વહીવટી તંત્ર વચ્ચે થોડી માથાકૂટ થઈ હતી જો કે, એકંદરે કોઈ અઘટિત ઘટના ન ઘટતાં પોલીસે શહેરીજનોનો આભાર માન્યો છે