વાપીમાં મૂશળધાર 5 ઈંચ વરસાદથી જનજીવન પ્રભાવિત, દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર

DivyaBhaskar 2019-06-29

Views 346

ગાંધીનગર:રાજયમાં વરસતા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘમહેર જારી રાખી છે તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસી રહ્યો છે જ્યારે ગઈકાલે વલસાડ જિલ્લામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો જેમાં વાપીમાં 204 મીમી એટલે કે આઠ ઇંચથી વધુ, પારડીમાં 180 મીમી એટલે કે સાત ઇંચથી વધુ, કપરાડામાં 155 મીમી અને ઉમરગામમાં 148 મીમી મળી કુલ બે તાલુકાઓમાં છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લો પ્રભાવિત થયો હતો અને જનજીવન ખોરવાયો હતો
વલસાદમાં સૌથી વધુ વરસાદ
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલો મુજબ આજે તારીખ 29 જૂન 2019ને શનિવારના રોજ સવારે છ કલાક સુધીમાં વલસાડમાં 137 મીમી એટલે કે પાંચ ઇંચ, કરજણ અને નવસારીમાં 104 મીમી, પલસાણામાં 99 મીમી મળી કુલ ત્રણ તાલુકાઓમાં ચાર ઇંચ જેટલો તથા શિહોર-ગણદેવીમાં 97 મીમી, ધરમપુરમાં 86 મીમી, ઘોઘામાં 84 મીમી, લાઠીમાં 79 મીમી, ભરૂચમાં 78 મીમી, ખેરગામમાં 77 મીમી, ધોલેરામાં 73 મીમી મળી કુલ આઠ તાલુકાઓમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે
નવ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ
ડભોઇમાં 71 મીમી, ચોર્યાસીમાં 70 મીમી, જલાલપોરમાં 67 મીમી, બાબરા-નેત્રંગમાં 66 મીમી, ગીરગઢડામાં 53 મીમી, ભાવનગરમાં 51 મીમી, માંડવી(સુરત)માં 50 મીમી અને વાઘોડિયામાં 49 મીમી મળી કુલ નવ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે
20 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ
સુરત શહેર, બોટાદ, મહુવા, હાંસોટ, ઉમરાળા, અંકલેશ્વર, ધોળકા, આંકલાવ, વિસાવદર, ધંધૂકા, ગઢડા, ચીખલી, લીલીયા, જેશર, તળાજા, જાંબુઘોડા, વાગરા, ઉના, સંખેડા અને ગારીયાધાર મળી કુલ 20 તાલુકાઓમાં એક ઇંચથી વધુ જ્યારે અન્ય 11 તાલુકાઓમાં અડધો ઇંચ કરતા વધ પાણી પડ્યું હોવાના અહેવાલો છે
6થી 8ના ગાળામાં ડાંગના વધઈમાં ચાર ઈંચ વરસાદ
આજે સવારે 6થી 8 કલાક દરમિયાન માત્ર બે કલાકના ગાળામાં ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં 102 મીમી એટલે કે ચાર ઇંચથી વધુ, ખેરગામમાં ત્રણ ઇંચ, વડોદરા-વાસદામાં બે ઇંચ અને આંકલાવ, માંગરોળ, ધરમપુર, નવસારી અને કામરેજમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે
8થી 10ના ગાળામાં બેથી એક ઈંચ વરસાદ
આજે સવારે 8થી 10 કલાક દરમિયાન ખેરગામ, છોટાઉદેપુર, મહુવા, વઘઇ અને તિલકવાડામાં બે ઇંચથી વધુ જ્યારે કપરાડા, જેતપુરપાવી, બારડોલી, પલસાણા, પારડી, સુબિર, ધરમપુર, વલસાડ અને ડાંગમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS