રાજકોટ:લોધીકાનાં અનીડાવાછડા ગામે દલિત યુવાનની તેના હિસ્ટ્રીશીટર મિત્રએ જ કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે બનાવ બાદ નાસી છૂટેલ હિસ્ટ્રીશીટરની પોલીસે શોધખોળ હાથ ધરી છે પ્રાપ્ત વિગતો મુજબ લોધીકાના અનીડાવાછડા ગામે મુળજીભાઈની વાડીમાં ગોપાલ કરશનભાઈ વાઘેલા (ઉંમર 35)ની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી ગોંડલના ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો