સુરતઃદક્ષિણ ગુજરાતમાં મેઘ સવારી અવિરત રહી છે રાત્રિના સમયે દક્ષિણ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો તાપી જિલ્લાને બાદ કરતાં દક્ષિણ ગુજરાતના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો વાપીમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો સુરત શહેરના વરાછા ઝોન વિસ્તારમાં વિજળીના ચમકારા સાથે રાત્રે બાર વાગ્યા બાદ બે ઈંચ વરસાદ પડ્યો હતો વરસાદના કારણે વરાછામાં ઈલેક્ટ્રીક સિટી જતી રહેતા પરેશાની થઈ હતી