કચ્છ: આમારામાં સવા કલાકમાં 6 ઇંચ અને વિગોડીમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ

DivyaBhaskar 2019-06-26

Views 1.2K

ભુજ: ચોમાસાના સતાવાર આગમન પૂર્વેજ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ચોથા દિવસે મેઘકૃપાનો દોર જારી રહ્યો હતો તેમાંય નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર પર તો મેઘરાજા ઓળઘોળ થઇને વરસ્યા હતા આમારામાં સવા કલાકમાં 6 ઇંચ જયારે વિગોડીમાં 1 કલાકમાં સાડા ચાર ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકી પડયો હતો આમારાના માજી સરપંચ વાલજી પટેલે આપેલી માહિતી અનુસાર બપોરે 345થી 5 વાગયાના ગાળામાં ગામલોકોએ અગાઉ કયારેય ન જોયો હોય એવો સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો ટુંકાગાળામાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં ગામની બજારોમાં નદીની માફક પાણી વહિ નિકળ્યા હતા ગામ તળાવ અને 4 ચેકડેમ પહેલા વરસાદમાં છલકાઇ ગયા હતા એજ રીતે વિગોડીમાં સાડા ચાર ઇંચ અને નાગવીરીમાં 2 ઇંચ જેટલો ભારે વરસાદ વરસત અહીના તળાવોમાં પાણીની સારી આવક થઇ હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS