મહિલા કોન્સ્ટેબલની સ્યૂસાઈડ નોટ, મારા પરિવારને હેરાન કરનારને સજા આપી ના શકી, એનો અફસોસ...

DivyaBhaskar 2019-06-21

Views 31.8K

અમદાવાદ: 2017થી કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી ફાલ્ગુની શ્રીમાળી નામની મહિલા કોન્સ્ટેબલે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે ચાંદખેડાની રહેવાસી એવી આ મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરે બાથરૂમમાં ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે હાલ તેની સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે ફાલ્ગુનીએ જિંદગીની છેલ્લી ક્ષણોમાં લખેલી આ ભાવુક સ્યૂસાઈડ નોટમાં ભાઈને રોલ મોડલ ગણાવ્યો છે તો પિતાની પણ ચિંતા વ્યક્ત કરી છે જ્યારે મમ્મીને પોતાની બેસ્ટ ફ્રેન્ડ ગણાવી છે માત્ર એટલું જ નહીં, ભાઈના લગ્નમાં પણ આવવાના ઓરતા રજૂ કર્યું છે તેની સાથે સાથે ઘર બદલતા રહેવાની વેદના વ્યક્ત કરી ભાઈઓને મમ્મી-પપ્પાનું ધ્યાન રાખવા કહ્યું છે આ સિવાય તેણીએ તેનો પરિવાર વડનગરથી અમદાવાદ રહેવા આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે તેની સાથે સાથે તેમાં હેરાન કરતા લોકોના નામ પણ લખ્યા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS