સંસદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે નરેન્દ્ર મોદી સરકારના આવતા પાંચ વર્ષના પ્લાનની રજૂઆત કરી હતી આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં અભિભાષણ દરમિયાન તેઓ મોબાઈલ જોતા જોવા મળી રહ્યા છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક કલાક કરતાં થોડું લાંબુ ભાષણ આપ્યું હતું તે દરમિયાન રાહુલ ગાંધી 24 મિનિટ સુધી તેમના મોબાઈલમાં વ્યસ્ત રહ્યા હતા