વડોદરાઃ ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારમાં વાયુ ચક્રવાત મંડરાયું છે, ત્યારે વડોદરામાં પણ તેની અસર ગત મોડી રાતથી શરૂ થઇ હતી આજે સવારથી વાદળીયું વાતાવરણ રહ્યા બાદ બપોર પછી પ્રચંડ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો દિવસ દરમિયાનના અસહ્ય ઉકળાટ બાદ વરસાદ શરૂ થતાં શહેરીજનોએ રાહત અનુભવી હતી