ગ્રેટર નોઈડાના એક્સપ્રેવે પર ગેંગવોરનું દૃશ્ય સર્જાયું હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં જ પોલીસની ઉંઘ ઉડી હતી આશોકિંગ વીડિયોમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે જતી કારમાં સવાર દુશ્મન ગેંગના સભ્યની સાથે બાજુમાં પોતાનું ફોર વ્હિલર લઈને એક શખ્સઝઘડો કરી રહ્યો છેગાડીની બહાર લટકીને કાર સુધી પહોંચનારે તેના હાથમાં રહેલી બંદૂક પણ સામેની તરફ તાકી હતી હાઈવે પર ગેંગવોર થઈરહી હોય તેવો આ નજારો જોયા બાદ પોલીસે પણ ગાડીના નંબરના આધારે તેમની તપાસ હાથ ધરી હતી આ સાથે જનોઈડાના એસીપીએએવી શંકા પણ વ્યક્ત કરી હતી કે આ બધા લોકો એકબીજાને જાણતા પણ હોય શકે એવું પણ બની શકે કે તેમનો ખૌફ પેદા કરવા માટે જ તેમણેઆવો ગેંગવોરવાળો વીડિયો રેકોર્ડ કર્યો હશે જો કે પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરવાની કવાયત હાથ ધરી હતી કે આ વીડિયોમાં જોવામળતી ગન કાયદેસર હતી કે નહીં સાથે જ જો ગેરકાયદે હોય તો તેઓ તે ક્યાંથી લાવ્યા હતા