પોરબંદર: માધવપુર નજીકના પાતા ગામે વર્લ્ડ બેન્કના અનુદાનથી પોરબંદર કલેક્ટર દ્વારા ફાળવેલ જમીન પર કાર્યપાલક ઈજનેર સુરેશભાઈ રડકાભાઈ પટેલ તેમજ સરકારી અધિકારીઓની ઉપસ્થિતિમાં ડિઝાસ્ટર સેન્ટર બિલ્ડિંગ બાંધકામના પાયાનું ખોદકામ ચાલુ કર્યું હતું તે દરમિયાન આ કામને અટકાવવા માટે મહિલા સહિત પુરૂષોના 125થી વધુ લોકોના ટોળાએ એકસંપ કરી બાંધકામના સ્થળ પર જઈ અધિકારીઓ પર માટીના ઢેફા તથા છૂટા પથ્થરોના ઘા મારી હુમલો કર્યો હતો તેમજ મામલતદારને ઢીકા-પાટુનો માર મારી મૂંઢ ઈજાઓ પહોંચાડી હતી તથા એક કારને સળગાવી, સરકારી વાહનોમાં તેમજ અન્ય કારને તોડફોડ કરી હતી પોલીસે 125 લોકોના ટોળા વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો જેમાં 5 મહિલા અને 14 સહિત 19 શખ્સોની અટકાયત કરી હતી ત્યારબાદ વધુ 10 શખ્સોની અટકાયત કરી છે અત્યાર સુધીમાં 29 લોકોને અટકાયત કરી છે