બાળકોના રમકડા સાથે જ્યારે મોટા રમવા જાય ત્યારે ઘણા કેસમાં તેમનો ફિયાસ્કો પણ થાય છે જો મોટી ઉપાધિ વહોરી હોય તો તેનો વીડિયોપણ આ સ્કોટલેન્ડની યુવતી ઝો આર્કીબલ્ડની દશાની જેમ વાઈરલ પણ થાય ફેમિલી ફંક્શનમાં ભેગા થયેલા પરિવારના લોકો સાથે તેણે તેનાકઝિનની ટોય કારમાં બેસીને બતાવવાની શરત મારી હતી લાલ અને પીળા રંગના આ રમકડાની કારમાં તે જતાં તો જતી રહી હતી પણ બાદમાં તેતેમાં બરાબરની ફસાઈ ગઈ હતી તેની કફોડી હાલત જોઈને તેના પિતા સહિત કઝિન પણ હસવા લાગ્યો હતો જો કે ભારે મહેનતના અંતે પણજ્યારે સલામત રીતે નીકળવામાં સફળ ના થઈ ત્યારે તેના પિતા તેની મદદે આવ્યા હતા તેના પિતાએ પણ આ ટોય કારને કોઈ નુકસાન ના થાય તે રીતે તેને નીકાળવાની કવાયત હાથ ધરી હતી એકાદ કલાક સુધી મહેનત કર્યા બાદ પણ તેના પિતાને સફળતા ના મળતાં તેમણે ધારદાર ચપ્પુથીઆ ટોય કારને તોડીને દિકરીને નીકાળી હતી તેના આ ફની ફિયાસ્કાનો વીડિયો પણ વાઈરલ થયો હતો